હમણાં પરિવર્તનશીલ ગુજરાતી સિનેમામાં જેવી રીતે દર્શકોનું આકર્ષણ વધતું જાય છે તેમાં વધારો કરનારું અને તે પણ શિક્ષણવ્યવસ્થાનાં વિષયને લઈને આટલું સરસ કામ પ્રસ્તુત કરવા માટે મિત્રવર્ય અને આદર્શ અભિનેતા Shounak Vyas, નાટ્યકલાવિશારદ અને આદર્શ નિર્માતા Vikram Panchal સરે ભગીરથપરિશ્રમ કર્યો છે તે મૂવી જોઈને લાગે જ છે.
Alisha Prajapati નાયિકાના રૂપમાં જાજરમાન છે.
મેં થિયેટરમાં જોયું કે મૂવી દરમ્યાન ગીતના ટાણે પણ કોઈ ઉભા થઈ બહાર નો'તુ નીકળ્યું.
Rekha Mukherjee ma'am
પ્રોફેસર શાસ્ત્રી- Mehul Buch sir.
Nisarg Trivedi sir
Ragi Bhai.
Parth Raval bhai
Pranay Mehta
Ankit Gajera
Antra Thakkar
Bhargav Parmar
અને અન્ય બધાનું કામ બહુ શ્રેષ્ઠ છે.
પ્રથમેશના સંગીતથી સુવર્ણમાં સુવાસ ભળી છે.
આદરણીય સ્વજન શ્રી Shishir ભાઈનું પખાવજવાદન પરિચિત લાગ્યું. 'મનને કોઈ રોકો' ની ગીતરચના, સ્વરરચના અને તેનું ગાન લાજવાબ.
એક માતા એનાં દીકરાને ભણાવનાર આદર્શ શિક્ષકના ભીનાં થએલા પગરખાં તવી પર રાખી કોરા કરે તે દૃશ્ય, whatsapp ane facebook વગરનો કેવલ કોલ કરવા નાયક દ્વારા નાયિકાને અપાયેલ ફોન અને એનું છેલ્લા દૃશ્ય સાથેનું જોડાણ, ભાર્ગવના જુગારમાં જીતીને લાવેલ પૈસા ન લઈને માતા દ્વારા તેને ઠપકો, લાલ બેગમાંથી છેલ્લે બધાનું ગણિતપુસ્તકનું લેવું ઈત્યાદિથી મૂવી યાદગાર બની રહે તેવું છે.
આપ સૌના પરિશ્રમથી આપને અવશ્ય યશ મળશે અને આવાં શુભસંદેશવાહક ચલચિત્રોનું સર્જન કરી પ્રસ્તુત કરવાની ભગવાન શક્તિ અને પ્રેરણા આપે તેવી આપના આ સ્વજનની શુભકામના.