*આજની વાત* 👌🏻👌🏻👌🏻
ઘણા વર્ષોથી મારી ડાયરી અને મારા માનસપટની એક વાર્તા કહું તો વાર્તા,સત્ય હકીકત કહું કે સ્વપ્ન જે ટાંક પ્રેઝેન્ટેશનની ગુજરાતી ફિલ્મ *ટીચર ઓફ ધ યર* પિકચરમાં તેમની ટીમે સુંદર પ્રસ્તુતી કરી.એક સાચા શિક્ષકની ભૂમિકા સારી રીતે સ્પષ્ટ કરી.તેમજ એમની સાથે જોડાયેલી વાસ્તવિકતાઓનો પણ સુપેરે પરિચય કરાવ્યો.
શિક્ષક તરીકે ખરેખર જેને જીવવું છે,કંઈક કરી બતાવવું છે.મારી જેમ વિદ્યાર્થીઓ જેમની દુનિયા છે, સતત વિદ્યાર્થીઓમાં કંઈક નવું પરિવર્તન ઈચ્છે છે,દરેક બાળકની એક અલગ દુનિયા છે,તેમની સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવી છે.એવા શિક્ષકોએ આ પિકચર ખાસ જોવું.શિક્ષકત્વને પ્રેરણા આપવામાં મદદરુપ થશે જ એવું દિલથી કહી શકું છું.
મારી ઈચ્છાઓ પિકચરની શરુઆતમાં બતાવેલ *ગુરુકુલમ્* જેવી જ શાળા બનાવવાની છે. જે કયારેક તો સાકાર થશે જ. જે અનુભૂતિ વર્ષોથી સાથે લઈને જીવું છું.
એક વાસ્તવિકતા પણ સામે મુકું છું,અફસોસની વાત તો એ છે કે આવા પિકચર રાજકોટની બધી ટોકિઝમાં લાગવા જોઈએ, પણ એક જ થિયેટરમાં લાગ્યું, અને તેમાં પણ માત્ર 25 જણા ,જેમાં 8 તો લવરિયા સમય પસાર કરવા આવેલા.મોટાભાગના શિક્ષકોને તો બિચારાવને ખબર પણ નથી હોતી, મારા એક શિક્ષક મિત્રએ મને કહ્યું. આવા મૂવી થોડા જોવાય. હોલિવુડ હોય તો જોવાય.પણ આ ડોબાવને કોણ સમજાવે. ખેર જે હોય તે એકવાર અચૂક જોવા જજો .
*લિ* .
એક સામાન્ય શિક્ષક
' *વાસુ* ' -નીતિન પ્રજાપતિ