શું ગુજરાતી ફિલ્મો પણ બોલીવુડ દરજ્જાની બની શકે?
તો જવાબ છે ના
કેમ કે ગુજરાતીઓ ધારે તો તેનાથી પણ સારી ફિલ્મો બનાવી શકે છે.
બસ જરૂર છે માત્ર ગુજરાતીઓના સપોર્ટની. જેવી રીતે અન્ય ભાષાની ફિલ્મો બોલીવુડ ને પણ પાણી ભરાવે છે તેમ ગુજરાતી પણ કરી જ શકે છે. અને તેના માટે આ ફિલ્મથી વધુ પ્રેરણાદાયી કોઈ અન્ય હોય જ ન શકે કેમકે ગુજરાતી ભાષામાં બનતી ફિલ્મો નું ગૌરવ વધારવા શુદ્ધ અને સાત્વિક ફિલ્મોની તાતી જરૂરિયાત છે. અને જો ગુજરાતી જનતા આવી ફિલ્મોને વધાવતી રહેશે તો ચોકકસ સફળતા મળશે.