Have you seen Gujarati film ‘Reva’? It is worth watching.
આપે ‘રેવા’ ફિલ્મ જોઈ ? ના જોઈ હોય તો અચૂક જોજો.
ફિલ્મ ‘રેવા’ એ એક યુવકની વાત પર આધારીત છે પોતાની જાતની શોધમાં નીકળ્યો છે. આ દરમ્યાન તે વિવિધ પાત્રો, સ્થળો તેમ જ ઘટનાઓમાંથી પસાર થાય છે, જે તેને ઘડવામાં મદદરૂપ થાય છે અને જીવન અંગેની સમજ આપે છે. નર્મદા નદી આ ફિલ્મનું એક મહત્ત્વનું પાત્ર તેમ જ પર્યાપરણ છે. લેખક ધ્રુવ ભટ્ટની સુંદર નવલકથા ‘તત્ત્વમસિ’ પર આધારિત આ ફિલ્મમાં નયનરમ્ય દૃશ્યો તેમ જ સુંદર અભિનય છે. કેટલાંક પાત્રો તેમ જ થોડીક ઘટનાઓ બાદ કરી શકાઈ હોત. આવી સુંદર ફિલ્મ માટે ફિલ્મના નિર્માતા, નિર્દેશક, કલાકારો, સિનેમેટોગ્રાફર તથા સહુને અભિનંદન. ગુજરાતી ફિલ્મના વિકાસનો આ કાળ છે અને તે વધુ વિકસે તેની આપણને સહુને જરૂર પણ છે.