રેવા
એક અદ્ભુત ફિલ્મ, જેમ તમે કોઇ નોવેલ વાંચો ને પછી જે ઓડકાર આવે, એવોજ ઓડકાર આ ફિલ્મ જોઇને આવેલો. ફિલ્મ કરતા વિશેશ એક અનુભુતિ છે આ. ફિલ્મ જોઇને આવ્યા પછી તરતજ ઘરે આવિને તત્વમસિ ના પાના ઉથલાવ્યા.
મોટા ભાગ ની ફિલ્મો નોવેલ ને ન્યાય આપીશકતી નથી. પણ રેવા એ તત્વમસિ ને 75% ન્યાય આપ્યો છે તેવુ કહી શકાય. વાર્તા ના પ્લોટ મા થોડો બદલાવ જરૂર કર્યો છે, પણ તેનાથી મુળ કથા વસ્તુમા ખૂબજ ઓછો ફેર પડ્યો છે. અર્બન ગુજરાતિ ફિલ્મો કરતા જરા હટ્કે ફિલ્મ છે.
ફિલ્મ જોયા પછી તત્વમસિ વંચવાનુ કે તત્વમસિ વંચ્યા પછી રેવા જોવાનુ જરૂર મન થઈ આવશે. અને જરૂર રેવાને તીરે રેવા ને મણવા જવાની ઇચ્છા ચોક્કસ થશે.