ફિલ્મના એક નાનકડા ભાગ તરીકે સતત આ ફિલ્મ સાથે રહેવા મળ્યું છે, ઘણીવાર કસૂંબો જોઇ છે પણ જ્યારે ઓડિયન્સ સાથે થિયેટરમાં ફિલ્મ જોઇ ત્યારે તો સાવ એટલે સાવ નોખો જ અનુભવ રહ્યો. ખરેખર તો બધાએ સાથે બેસીને જ આ ફિલ્મ જોવી જોઇએ. ખુબ ખુબ અભિનંદન ગુજરાતને કે આવી ફિલ્મ મળી આપણને.