"ચલ મન જીતવા જઈએ ૨"
વર્ષ ૨૦૧૮ મા આવવાની જાહેરાત સામે વર્ષ ૨૦૨૩ મા આવેલી ફિલ્મ. એક સમયે એવું લાગતું કે કદાચ પાર્ટ-૨ નહીં આવે પણ આખરે ૨૦૨૩ મા આવ્યો ભાગ-૨.
ભાગ-૧ થી જ જેના પર વધુ આશા બંધાઈ હોય એવી ફિલ્મના ભાગ-૨ મા લેખક શું નવું લાવી શકે એ જિજ્ઞાસા ઘણી હતી. પરંતુ જયારે જોઈ ત્યારે સમજાયું કે લેખક અને દિગ્દર્શક "દિપેશ શાહ" કેટલા ઉમદા વિચારશીલ છે.
ભાગ-૧ પણ ટકકર આપે અને આપણને આપણા સંસ્કાર, કઈક કરવા માટે સમર્પણ, મનોબળ, સ્થિરતા જેવા ઘણા બધા ગુણો કેળવવાનું શીખવે છે.
હંમેશા માટે યાદ રહે તેવો સંવાદ
"થતું નથી કે કરવું નથી"
સૌ પ્રથમ કેળવવા જેવો ગુણ "મનોબળ" (Mental Strength)
આતુરતાથી રાહ જોઈએ ભાગ-૩ ની.
જોઈએ હવે નવું શું આવી શકે...