#NotAReview #mummysyummykitchen #MMO #realinfluncer #rockyaurranikipremkahani
આ પિક્ચર થી બૉલીવુડનું કમબેક છે એવું કહીએ તો જરાય ખોટું નથી. ઘણાં વખતે કરણ જોહર સ્ટાઇલ પિક્ચર જોવા મળી. એવું મુવી કે જે વારે વારે જોવાનું મન થાય. પિક્ચર ના મોટા મોટા કલાકારો ની એક્ટિંગ વિશે લખવા ની આપણી તો ઓકાત જ નથી, કારણ હું તો મારી એક્ટિંગ પણ સરખી ન કરી શકું.. આ પિક્ચર નો રિયલ હીરો એની વાર્તા અને સ્ક્રીનપ્લે છે. જાતીય અસમાનતા ને પુરુષ અને સ્ત્રી બંન્ને ના દ્રષ્ટિકોણ થી સમાન જ દેખાડ્યું છે. પિક્ચર માત્ર મનોરંજન આપે તો એ પિક્ચર ન જ કહેવાય દરેક પિક્ચર માં કોઈ મેસેજ હોવો જ જોઈએ અને કંઈક શીખવાડી જવું જ જોઈએ એવું હું તો દ્રઢપણે માનું છું અને આ પિક્ચર માં તો શીખવાનું ઘણું જ હતું. સમાજ ના દરેક નબળા પાસા પર સબળી રીતે ઘા કરેલ છે. જૂના ગીતોનો સુંદર રીતે ઉપયોગ કર્યો તો જીવનમાં પ્રેમ કેટલો મહત્વ નો છે તે પણ સમજાવ્યું. ઘણી વખત કોઈની સાથે જીવન આખું પસાર કરો તો પણ તે પ્રેમમાં ન પરીણમે અને અમુક દિવસો નો સાથ આત્મા નો સંગાથ થઈ જાય. વાર્તા નહી કહું એટલું કહીશ કે ott ઉપર આવવાની રાહ ન જોતા કારણ નાની સ્ક્રીન કરતાં પિક્ચર મોટી સ્ક્રીનમાં જ જોવાની મજા આવે. કાલે રવિવાર છે તો ઉપયોગ કરો અને મનોરંજન સાથે થોડું આત્મજ્ઞાન પણ મેળવતાં આવો. આમ પણ કંઈક શીખવા મોટા મોટા શબ્દોની જરૂર જ નહી ☺️ 😜