નામમાં સુધારાની જરૂર છે. 'યુવા સરકાર- એક વિચાર' ના બદલે, 'યુવા સરકાર- એક વિશાળ વિચાર'. માત્ર જોઈને તાળીઓ પાડવાની ફિલ્મ નથી. એક વિચાર, એના પર અડગ રહેવા માટે વિદ્રોહ, એમાં નૈપથ્યના છળની જરાપણ જાણ વિના સાચા હ્રદયથી કરવામાં આવતી સેવા.
વર્તમાન સમયમાં ભાગ્યે જ બને એવી એક વાત કે જેમાં ૮ વર્ષનાં નાનાં બાળકથી લઈને ૮૦ વર્ષનાં વૃદ્ધ સહીત ૩ પેઢી સાથે બેસીને કોઈ ફિલ્મ જોઈ શકે અને માણી શકે એવી આ ફિલ્મ યુવા સરકાર-Yuva Sarkar એક સુઘડ અને સ્વચ્છ ફિલ્મ છે. આ ફિલ્મ કદાચ આખાં નાગર પરિવારે ભજવી હોય એટલાં શુદ્ધ ઉચ્ચારો છે અને એ પણ કોઈ જ જાતના દ્વીઅર્થી સંવાદો વિના. એક એવી ફિલ્મ જેમાં હીરો અને હિરોઈન એક બીજાનો કદાચ હાથ પણ નથી પકડતાં છતાંય એ પ્રેમની અનુભૂતિ થાય.
આ ફિલ્મ કદાચ એક વિચાર કહી શકાય કે સાહસ કહી શકાય કે પછી એક યુથનો પાવર. જેમાં દરેક પ્રકારના ઈમોશન્સ છે, પ્રેરણા છે, સામાન્ય માણસ સાથેનું કન્નેકશન છે, સસ્પેન્સ પણ છે તો સાથે લોકસંગીત, સુગમસંગીત અને શાસ્ત્રીયસંગીતનો ત્રિવેણી સંગમ પણ છે. આજની પેઢી જે એમ માને છે કે ફિલ્મો તો માત્ર ગ્લેમરનાં લીધે ચાલે છે એમણે તો આ ફિલ્મ ખાસ જોવી.
*યુવા સરકાર* ની સમગ્ર ટીમને *રાધે રાધે પરીવાર ગાંધીનગર* તરફથી અઢળક શુભેચ્છાઓ.