*મેડમ ગીતારાની* - *આદર્શ શિક્ષણ અને શિક્ષક કેવા, વિદ્યાર્થીઓને ગમે એવા*
ચુપકીદીપૂર્વક આવેલી આ દક્ષિણ ભારતીય (હિન્દીમાં ડબ) ફિલ્મ, આજના શિક્ષકોએ, શિક્ષણતંત્રના લાગતાવળગતાઓએ તેમજ હતાશ વિદ્યાર્થીઓએ ખાસ જોવા જેવી છે. ભારતમાં પ્રવર્તતા સરકારી અને ખાનગી શિક્ષણ વચ્ચેના હદ બહારના તફાવતને નહિ પણ, તેની પાછળના મૂળ કારણને (Root cause) ને અહી સરસ રીતે ફિલ્મમાં આવરી લેવામાં આવ્યો છે. દક્ષિણ ભારતની ફિલ્મો આમપણ કશુંક હટકે બતાવે છે તેમાં કોઈ શંકા નથી. શાળા કેવી હોવી જોઈએ, તેની આસપાસનું વાતાવરણ કેવું હોવું જોઈએ, એક શિક્ષક અને આચાર્યની પ્રાથમિક જવાબદારી શું હોવી જોઈએ, એ બધું અહી ખુબ ઉત્તમ રીતે દર્શાવાયું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના નાપાસ થવા પાછળ શિક્ષણ તંત્ર, શિક્ષણનીતિ જવાબદાર છે, તેવું અહી ઉત્કૃષ્ટ રીતે બતાવ્યું છે. આ ફિલ્મ શિક્ષણજગત ની અને આપણી આંખો ખોલવા માટે નો એક નાનો પ્રયાસ છે. નવી શિક્ષણનીતિ જયારે દરવાજે ટકોરા મારી ને ઉભી છે અને પરિવર્તન માટે થનગની રહી છે. સારું શિક્ષણ એ જ સોનેરી ભવિષ્યનો પાયો છે, ત્યારે આપણે સૌ શિક્ષણ પ્રત્યેની આપણી જવાબદારી સમજીએ અને ભારતના સોનેરા ભાવી નું ઘડતર કરવા સજ્જ થઈએ.
જો તમને આ ફિલ્મ ગમે અને વધુમાં વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી તેને પહોચાડો.
- *આદિત્ય દેસાઈ (વડોદરા)*