દેશની આઝાદીના આગળ પાછળનાં દસ વર્ષ કેવા હતાં તેમજ દેશને એક કરવામાં સરદારનો કેવો ફાળો હતો. વડાપ્રધાન થવા માટે જવાહરલાલ નહેરુની ઉંમર એ તેમની એકમાત્ર લાયકાત અને જો તેમને વડાપ્રધાન પદ ના મળે તો તે દેશને નુકશાન કરશે અને દેશના વડાપ્રધાન થઈને દેશને કદાચ ઓછું નુકશાન કરી શકશે તે બાબતે બાપુની સજાગતા નો સ્પષ્ટ ચિતાર આપ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની ઉંમર અને તબિયત માત્ર તેમને વડાપ્રધાન થઈને દેશને વધુ ફાયદો થાય તેમાં નડતર રૂપ થઈ અને છતાં તેઓ દેશને માટેજ જીવ્યાં અને બાપુને સમર્પિત હતાં તેનો સ્પષ્ટ ચિતાર છે. બીજી બાજુ નહેરુ અને તેમનાં વારસદારો એ બધી રીતે દેશને મુશ્કેલીઓની પરંપરામાં કેવો ધકેલ્યો છે તેનો સ્પષ્ટ ચિતાર મળે છે. ઈંગ્લેન્ડે મુસ્લિમોને છાવર્યા છે તે દેખાય છે. તેનાં ફળ આજે ખાય છે. રાહુલ ગાંધીને હોંશિયારીનો વારસો ક્યાંથી મળ્યો તે દેખાય છે. લૉર્ડ માઉન્ટ બેટન પોતાની પત્નીનાં નહેરૂ સાથેનાં સંબંધનો જે ગેરલાભ લે છે તે પશ્ચિમમાં ચારિત્ર્ય અંગેની માનસિકતા રજૂ કરે છે. આ બધાથી અલગ એક મૂખ્ય ગુણ ઉચ્ચતમ અને બેદાગ ચારિત્રથી સરદાર વલ્લભભાઈ વિભૂષિત છે એ જોતાં તેમના પ્રત્યે અત્યંત સ્નેહ ઉપરાંત આદર અને પૂજ્ય ભાવ ઉપજ્યા વગર રહેતો નથી.
લેખકો વાસ્તવિક અને રસ ભરપૂર ટૂંકા શબ્દોમાં સ્પષ્ટ ચિતાર આપ્યો છે તે બદલ ધન્યવાદ છે.