Creator Profile Avatar for Divya Bhaskar
Divya Bhaskar
Creator Profile Avatar for Divya Bhaskar

Divya Bhaskar

@divyabhaskar_in7.27M total followers
Divya Bhaskar is a Gujarati newspaper in Gujarat, India, owned by D B Corp Ltd. It is one of the highest circulation Gujarati dailies. With the most local editions in Gujarat, it is published from Ahmedabad, Surat, Vadodara, Rajkot, Jamnagar, Mehsana, Bhuj, Bhavnagar and Junagadh.
Wikipedia

Latest posts

1:49

Editor's View : CJP આંદોલનમાં વિદેશી ફંડિંગ?, મોદી સરકારને પાડી દેવાનો પ્લાન, અમેરિકાના પત્રકારનો ધડકો, રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને ઓફર કરી ગેમ બદલી - આજે વિપક્ષ અને કોક્રોચ જનતા પાર્ટીના સરકાર સામેના આંદોલનના વિષયમાં બે મહત્વની વાત કરવી છે. એક તો આ આંદોલન સામે વિદેશી ફંડિંગની વાત છે તે અને બીજુ છે રાહુલ ગાંધી સાથે મોદીના કયા 200 લોકો કોન્ટેક્ટમાં છે? તેની. અને સૌથી મહત્વનું આ બધા વચ્ચે સરકાર કેમ નથી માની રહી કે લોકોમાં ગુસ્સો તો છે જ? ચાલો વિગતે વાત કરીએ... જુઓ, આજનું ‘Editors View’. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અથવા ઈન્સ્ટાગ્રામ હાઈલાઈટ્સમાંથી મેળવો આ સમાચારની લિન્ક #EditorsView #ElectionCommission #RahulGandhi #ForeignFunding @manrajmehta

Instagram
Instagram
10 hr

ભાસ્કર એક્સક્લૂસિવ : ટપકતી છતવાળા કાચા મકાનની જગ્યાએ આલિશાન 3BHK બંગલો; ‘ગુજ્જુ લવગુરુ’ એટલે કે ચંદન રાઠોડના પરિવાર માટે ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ મકાનનું બાંધકામ શરૂ કર્યું; પ્લાન તૈયાર, જુઓ, કેવું બનશે વાવ-થરાદ જિલ્લાના સુઈગામના જાણીતા કોમેડી કન્ટેન્ટ ક્રિએટર ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ તેમના પરિવારને મદદ કરવા માટે લોકસેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ આગળ આવ્યા હતા. ચંદનના નિધન બાદ ખજૂરભાઈએ તેમના પરિવારને પાકું ઘર બનાવી આપવાનું વચન આપ્યું હતું. હવે આ વચન પૂરું કરવાની દિશામાં કામગીરી તેજ થઈ છે. તસવીરો અને વીડિયો સાથે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો આ સમાચાર વિગતવાર. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અથવા ઈન્સ્ટાગ્રામ હાઈલાઈટ્સમાંથી મેળવો લિન્ક #BhaskarExclusive #GujjuLoveGuru #NitinJani #Khajurbhai #Gujarat

Instagram
Instagram
12 hr

ફિઝિકલ હેલ્થ : આઘાત કે અતિશય સુખ હૃદયને બંધ પાડી શકે છે! 'બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ' કાર્ડિયાક અરેસ્ટ જેટલો જ ખતરનાક, જાણો, તેના લક્ષણો અને બચવાની રીત નામ સાંભળીને લાગે છે કે આ સિન્ડ્રોમ દિલ તૂટવા સાથે જોડાયેલો હશે, પરંતુ એવું નથી. ખરેખર, તીવ્ર ભાવનાત્મક આઘાત (સીવિયર ઇમોશનલ શૉક) અથવા શારીરિક તણાવ બાદ હૃદયના સ્નાયુઓ અચાનક નબળા પડી જાય છે. તેના લક્ષણો હાર્ટ અટેક જેવા હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેના વિશે જાણવું જરૂરી છે. આથી આજે ‘ફિઝિકલ હેલ્થ’માં ‘બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ’ વિશે વાત કરીશું. તસવીરો અને વીડિયો સાથે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો આ સમાચાર વિગતવાર. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અથવા ઈન્સ્ટાગ્રામ હાઈલાઈટ્સમાંથી મેળવો લિન્ક #PhysicalHealth #BrokenHeartSyndrome #Health #Lifestyle

Instagram
Instagram
13 hr

28 વૃક્ષને બચાવવા બિલ્ડિંગની ડિઝાઇન બદલી નાખી, પહેલીવાર કોઈ આચાર્યએ જાતે પ્લાન બનાવ્યો; અમદાવાદમાં સરકારી ગર્લ્સ પોલિટેકનિકમાં ગ્રીન બિલ્ડિંગ બનાવાઈ અમદાવાદમાં વિકાસની સાથે પર્યાવરણનું જતન કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ સરકારી ગર્લ્સ પોલિટેકનિકમાં જોવા મળી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી આ સંસ્થાની જર્જરિત બિલ્ડિંગોના સ્થાને અંદાજે રૂ.26.9 કરોડથી વધુના ખર્ચે નવી ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે નવી બિલ્ડિંગના બાંધકામમાં નડતરરૂપ વૃક્ષો કાપી નાખવામાં આવતાં હોય છે, પરંતુ અહીં 40થી 50 વર્ષ જૂનાં 28 જેટલાં ઘટાદાર વૃક્ષોને બચાવવા માટે બિલ્ડિંગની ડિઝાઇનમાં જ ફેરફાર કરાયો છે. તસવીરો અને વીડિયો સાથે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો આ સમાચાર વિગતવાર. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અથવા ઈન્સ્ટાગ્રામ હાઈલાઈટ્સમાંથી મેળવો લિન્ક #Ahmedabad #BhaskarIyer #Gujarat #GreenBuilding

Instagram
Instagram
13 hr

હિમાચલનું અંબાજી : જ્વાળાદેવી શક્તિપીઠ! ગર્ભગૃહમાં પ્રતિમા નથી, 9 રહસ્યમય જ્યોતની પૂજા; કુંડનું પાણી ઊકળતું દેખાય પણ સ્પર્શ કરો તો ઠંડું નીકળે હિમાચલના જ્વાળા દેવી મંદિરમાં દેવીની મૂર્તિ નથી. અહીં ખડકોની તિરાડોમાંથી નીકળતી નવ જ્વાળાઓની પૂજા થાય છે. દરેક જ્વાળાનું અલગ નામ અને ધાર્મિક મહત્વ છે. આમાં મહાકાલીથી લઈને અન્નપૂર્ણા, મહાલક્ષ્મી અને સરસ્વતી સુધીના સ્વરૂપો સામેલ છે. અહીં દેવતાઓની સાથે પિતૃઓ માટે પણ વિશેષ પૂજા થાય છે. મંદિરમાં પેઢીઓથી ભોજક પરિવારના લોકો પૂજા કરી રહ્યા છે. આ પરિવારમાં લગ્ન પછી જ પૂજારી બનવાનો અધિકાર મળે છે. નવરાત્રિમાં અહીં વિશેષ હવન, કન્યા પૂજન અને ત્રણ વાર લંગરની વ્યવસ્થા રહે છે. તસવીરો અને વીડિયો સાથે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો આ સમાચાર વિગતવાર. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અથવા ઈન્સ્ટાગ્રામ હાઈલાઈટ્સમાંથી મેળવો લિન્ક #Himachal #JwaladeviTemple #Ambaji #Navratri2026

Instagram
Instagram
13 hr

રાજકોટમાં તલવાર સાથે 200 ક્ષત્રિયાણીઓનો 'શૌર્ય રાસ', બાઇક-ખુલ્લી જીપ પર ઊભા રહી તલવાર બાજીથી ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો રાજકોટના પેલેસ રોડ પર આવેલા રાજવી માંધાતાસિંહના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિના પાવન પર્વે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભૂત શૌર્ય અને ખમીર સાથે તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ડીજે કે આધુનિક ગરબાના બદલે પ્રાચીન પરંપરાને જીવંત રાખતાં બહેનોએ ધારદાર તલવાર સાથે બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઈને સાહસિક કરતબ સાથે રાસ રમી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. તસવીરો અને વીડિયો સાથે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો આ સમાચાર વિગતવાર. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અથવા ઈન્સ્ટાગ્રામ હાઈલાઈટ્સમાંથી મેળવો લિન્ક #Kshatriya #Rajkot #Navratri2026 #Gujarat #TalvarRaas #Rajput

Instagram
Instagram
13 hr

અમદાવાદમાં બીજા નોરતાની રાત્રે જીગરદાન ગઢવીના ગરબામાં તોડફોડ, પોસ્ટર ફાડ્યા, વડોદરામાં સળગતા અંગારા પર મશાલ રાસની રમઝટ બીજા નોરતાની રાત્રે રાજ્યભરમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી. તો અમદાવાદમાં સાંચી નવરાત્રિ (જીગરદાન ગઢવી)ના ગરબાને પોલીસની મંજૂરી ન મળતા પૈસા લઈ ગરબા રમવા આવેલા ખેલૈયાઓ રોષે ભરાયા. સિક્યુરિટીને ધક્કે ચડાવી ખેલૈયાઓ ડોમમાં ઘૂસ્યા અને તોડફોડ કરી. હોબાળો થતા આયોજકોએ રિફંડની જાહેરાત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. તસવીરો અને વીડિયો સાથે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો આ સમાચાર વિગતવાર. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અથવા ઈન્સ્ટાગ્રામ હાઈલાઈટ્સમાંથી મેળવો લિન્ક #Gujarat #Ahmedabad #Surat #Rajkot #Vadodara #Navratri2026

Instagram
Instagram
14 hr

ભાસ્કર એક્સક્લૂસિવ : 'આઠમે અંબાજીમાં હવન કરીને રહીશું..' : દાંતાના રાજવીનો હુંકાર; રિદ્ધિરાજસિંહે કહ્યું, અમારે મંદિર નથી જોઈતું, પૂજાનો હક્ક રહેવો જોઈએ અંબાજી મંદિરનો વહિવટી હક્ક ભલે સરકાર પાસે હોય પણ પૂજા અને ખાસ તો નવરાત્રિમાં આઠમનો હવન કરવાનો હક્ક વર્ષોથી દાંતાના રાજવી પરિવાર પાસે જ રહ્યો છે. વાત એમ છે કે રાજવી પરિવાર આઠમે પૂજા અને હવન કરે ત્યારે દર્શનાર્થીઓને દૂર રખાય છે. નૈવેદ્ય માટે થોડી મિનિટો માટે મા અંબાના ગર્ભગૃહનો પડદો બંધ કરી દેવાય છે. આ પરંપરા સામે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. હાઈકોર્ટે રાજવી પરિવારની પૂજાનો અધિકાર રદ્દ કર્યો હતો. આ અરજી સામે દાંતાનો રાજવી પરિવાર અપીલ કરવા હાઈકોર્ટના જ આંગણે પહોંચ્યો હતો. હાઈકોર્ટે પૂજા-હવન માટે એક્સટેન્શન આપી દીધું. આ વખતે રાજવી પરિવાર આઠમે મા અંબાની પૂજા અને હવન કરી શકશે એ નક્કી. આ આખી ઘટના અંગે દિવ્ય ભાસ્કરે દાંતાના રાજવી રિદ્ધિરાજસિંહ સાથે વાતચીત કરી. તેમણે પૂજા, હવનની પરંપરા અને કેસના વિવાદ વિશે ખુલીને વાત કરી. સૌથી પહેલાં તો એ જાણી લો કે આ વિવાદ છે શું? દિવ્ય ભાસ્કર એપ પર વાંચો આ અહેવાલ વિગતવાર. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અથવા ઈન્

Instagram
Instagram
14 hr