છેલ્લા ઘણા સમયથી ઈચ્છા હતી કે એક એવું મૂવી આવે હે ઐતિહાસિક પાત્રોને ઉજાગર કરે અને ઇતિહાસને જીવંત કરે.
એક મૂવી કે જેમાં સંપૂર્ણ દ્ર્શ્યો ગામડાના જ હોય, કારણ કે
કારણે દેશ અને રાજ્યની મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એટલે જ્યારે ગામડાના દ્ર્શ્યો આવે એટ્લે
સ્વભાવિક છે કે મૂવી લોકોને ટચ કરે.
મારી બધી ઈચ્છાઓ આ મૂવીમાં પુરી થઈ ગઈ છે.
પાલીતાણાના જિનાલયની રક્ષા કરનારા વીર પુરુષ દાદુજી બારોટ જેવા કેટલાય પાત્રો આજે પણ ઇતિહાસમા અમર છે.
ત્યારે ઐતિહાસિક વિષયો પર જ્યારે જ્યારે મૂવી બનશે એ હિટ જશે.
મૂવીમાં એક એક વસ્તુ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે રામ મોરીના એક એક ડાયલોગ ડાયરીમાં લખીને રાખવા જેવા છે.
આખા મુવિનું હાર્દ છેલ્લી ૨૦ મિનિટમાં છે
કલાઈમેક્સ અને મહિષાસુર મર્દીની સ્ત્રોત્ર એટલો અદભુત કે આંખ ભીની થતા એને રોકી ના શકાય.
સોંગના લીરિક્સ એટલા જૉરદાર કે હમણાં થિયેટરમા સીટ પર થી ઉભા થઈને નાચવા લાગીએ.
આજની પેઢી આ મૂવી જોશે તો આપણી વિસરાય ગયેલી સંસ્કૃતિને ચોક્કસ યાદ કરશે.
મૂવી સુપર હિટ છે
જોવાનું ભૂલતા નહિ
વિજયગીરી બાવા અને સમગ્ર ટીમેને અભિનંદન
🖊️ જિજ્ઞેશ સંચાણીયા