ખરેખર ગુજરાતી સિનેમાના ચોપડે સુવર્ણ અક્ષરોમાં લખાય એવી ફિલ્મ.. ક્યાં ટ્વિસ્ટ આવશે એ સમજી જ ના શકાય અને છેક છેલ્લે સુધી શું થવાનું છે એ જાહેર જ ના થવા દે એવી ઉત્તમ કક્ષાની ફિલ્મ. મોંઘી અને બાઈજીએ દિલ જીત્યા.. મોંઘી સહનશક્તિની મૂર્તિ છે તો બાઈજી તો બાઈજી છે. રત્ના પાઠક સિવાય આ રોલ આટલો ઉમદા રીતે કોઈ ભજવી જ ના શકે ! ફ્રેમમાં જ્યારે તેમનો સીન ના હોય ત્યારે પણ આંખો એમને જ શોધતી હોય.. જબરદસ્ત.. આભાર પાર્થિવ સર આવી ફિલ્મો ગુજરાતીમાં આપવા બદલ 🙏🙏