એકલવીર (The Winner Stands Alone) પાને પાને વાચકને મૂલ્ય-અમૂલ્ય નાં અદભુત દ્વંદ થી પસાર કરાવે છે. આ દ્વંદ શિખામણ આપતો બની રહે છે.
આ પુસ્તક માં રજુ થતું કાન્સ ફેસ્ટિવલનું જગત સફળતાની ગુલામીમાં કેદ છે. આ સફળ તો છે પણ સભર નહીં.
૨૪ કલાક નાં સમયગાળા માં બનતી દિલધડક ઘટનાની આ અભિવ્યક્તિ ક્ષણે ક્ષણે અચંબિત કરે છે.
આ પુસ્તક દ્વારા મનુષ્યની અંદર રહેલ અનિષ્ટ તત્વો, નૈતિક- અનૈતિક મૂલ્યો વગેરે તાદૃશ્ય થતા મનનો પ્રવાસ ખેડવાની મજા છે.
પુસ્તક પ્રેમીએ તો આ રોચક કથા હાથે ધરવી જ રહી!