કસુંબો:-
"વખત આવ્યે માથા ઉતારી આપી દઈએ...."
ઘણી વાર આ લાઈન વાંચીને એમ થતું કે માથા કાપી નાખવા વાળા યોદ્ધા માથા ઉતારવાની વાત કેમ કરી શકે? એનો શું ફાયદો?
મહિષાસુર મર્દીની શ્લોક સાથે કસુંબોનો કલાઈમેક્સ જોઈને એ વાત સજ્જડ સમજાઈ ગઈ.
ઇન્ટરવલ પછી અમુક સીન છૂટા છવાયા વેરાયેલા લાગે છે. સ્પીડ ધીમી થાય છે. દુહામાં લીપ સિંક નથી થયું.
ગીતો સારા, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સંવાદો અદભુત.
પાવન ખિંડ, ફતેહશિકસ્ત જેવી મરાઠી રીજનલ ફિલ્મો જોઈને થતું કે ગુજરાતીમાં પણ આવી ફિલ્મ બનવી જોઈએ..
તો કસુંબો હાજર છે..
જોવા જાઓ તો નિરાશ નહી થાવ.