સંજયની 'દ્રષ્ટિ' જયારે વિવિધ રંગોથી 'લીલા' કરે છે છતાં તે બધાંનો મૂળ સફેદ રંગ સૌથી વધુ નિખરી આવતો દેખાય ત્યારે આપણને માત્ર 'ગંગુબાઈ' જ નહિ, પણ સમગ્ર નારીજાતિનો એ સમૂહ દેખાય છે જે ખુદના હક માટે સમાજની સામે અડીખમ લડવા તૈયાર ઉભી હોય છે.
ગંગુબાઈ ફિલ્મ આમ જોવા જઈએ તો ૩ વાર જોવી જોઈએ. એકવાર 'ફક્ત બહાર'થી જોવા માટે, બીજીવાર 'અંદર'થી જોવા માટે. અને ત્રીજીવાર 'ઊંડે'થી જોવા માટે.