આ મારી પહેલી ગુજરાતી નવલકથા વાચવાનો અનુભવ જાણવું તો આ નવલકથામાં માનવીના મન વિશે ઘણું જાણવા મળે છે, એ કહી જાય છે કે માનવીના મન વિશે હજુ ઘણું ઉકેલવાનું બાકી છે, કાનજી ને જીવી ના નિસ્વાર્થ પ્રેમી પાત્રો જાણે અજેય આપની આજુ બાજુ હયાત જ છે એવું લાગે છે, નવલકથા માં જે ગામ સંસ્કૃતિ વર્ણવી છે તે ખરેખર આકર્ષક છે, પાત્રો ના નીડર મન અને જુબાન ના અલગ અલગ અવાજો, એમની તળપદી ભાષા આપણાપણું અનુભવ કરાવે છે. માનવી ની માનવી પરની માયા તથા તેમના રીતી રિવાજો ઘણાજ સુંદર છે, જે દોહા નો ઉપયોગ આ નવલકથા માં થયો છે જે કાનજી ગાય છે એ ખૂબ જ સુંદર અને સચોટ છે. પણ દુઃખ એ વાત નું છે કે નાત જાત નો ભેદભાવ જે મુખ્ય પાત્રો ના વિરહ નું કારણ છે એ આજે આટલા વર્ષેય હયાત છે. છતાં લેખક એ બરાબર સમજાવી જાય છે કે માણસ ની કિંમત તો એનાં નિસ્વાર્થ પ્રેમ પરથી છે. ઝવેરચંદ મેઘાણીની પ્રસ્તાવના ના શબ્દો જ લખું તો..
માનવીઓ! આ ધરતીની સુવાસ તો માનો! માનવીનું આંહી ઉઘાડું મુકાયેલું મન તો નિહાળો!
જો ' મળેલા જીવ ' મળે તો વાંચી લેજો ને તમારા મન જોડે મેળવી જોજો.