આપણી અંદર આત્મા અને હ્રદયની માન્યતાને ઝંઝોળી દે , કંઇક કેટલાય વરસોથી જાણે ધરબાયેલું, વર્તમાનના આડંબર ના વાઘા પહેરી ફરતું મન .. માન્યતા અને ધાર્મિક રીતે રિવાજો સામે બંડ પોકારતા જે સત્ય મળે છે એ ક્ષુબ્ધ એટલેકે ખળભળેલી્ સ્થિતિમાં નિરાંત મનની વાત એટલે રેવા'.. શબ્દોમાં નહિ પણ જેને આંતરમનથી જ માણી શકાય એવો આધ્યાત્મવાદ ...નૈસર્ગીકતા ના ખોળે ખોબલે ને ખોબલે મા નર્મદા માટેનો ભક્તિપૂણૅ ભાવ અને મન મગજ માં ઘૂમતી પરિક્રમા. નર્મદે સર્વદે.