ફિલોસોફી ને વાર્તા રૂપે કહેવું ઘણું અઘરું છે, એમાંય મનોરંજક રીતે કહેવું સાવ અશક્ય કહેવાય. ફિલ્મ રેવા એ આ અશક્ય ને શક્ય બનાવ્યું છે. કોઈ પણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં છાતી કાઢી ને ઉભી રહી શકે એટલી બળુકી છે આપણી માતૃભાષા ની આ ફિલ્મ. જેમણે ધ્રુવ ભટ્ટ સાહેબ ની "તત્વમસી" વાંચી નથી એમને તો આ ફિલ્મ ગમશે જ પણ જેમણે વાંચી છે એમને આનંદ થશે નવલકથાનાં આ સિનેમા અવતાર ને જોઈને. ફિલ્મના દરેક પાસા પર પૈસો અને પરસેવો દિલ થી ખર્ચયો હોય એ દેખાઈ આવે છે. ચેતન ધાનાની થી માંડી ને નાનામાં નાના કલાકારે તેમનું સર્વશ્રેષ્ઠ કામ કર્યું છે. પણ સૌ થી વધુ છાપ છોડી જાય છે, પુરીયા બનતી Rupa Borgaonkar અને Dayashankar Pande.આવી ઓફબીટ અને અઘરી ફિલ્મ પર પૈસા લગાવવા એ હિંમત અને આત્મવિશ્વાસ નું કામ છે. એને માટે Pareshbhai Vora નો ખભો થપથપ્પાવવો પડે. 20 વર્ષ માં તે ઘણી લાંબી સફર ખેડી છે ફિલ્મ નું મ્યુઝિક ગણગણવું અને હેડફોન કાને લગાડી શાંત ચિત્તે સાંભળવું ગમે એવું છે. ડિરેકટર Rahul bhole & Vinit kanojiya ને આ મુશ્કેલ પરિક્રમા પુરી કરવા બદલ અભિનંદન. દરેક ગુજરાતી એ આ ફિલ્મ જોવી જ જોઈએ.
#REVA #Gujaratimovie