શું લખવું?
આ ફિલ્મ વિશે કંઈ પણ લખવું એ "રેવા"ના પાણીની ટીપાંના વિશ્લેષણ સમાન છે.
કોઇ લેખક જ્યારે લખે છે ત્યારે એ એની કલ્પના, અનુભવ અને માં સરસ્વતીએ એનામાં મુકેલી શક્તિનો ભરપૂર નિચોડ ઠાલવી દે છે. શ્રી ધ્રુવ ભટ્ટે જ્યારે "તત્વમસિ" લખી હશે ત્યારે તેમની કલમે માં સરસ્વતી સાક્ષાત બિરાજ્યાં હશે. અને ત્યારબાદ જ્યારે આ ફિલ્મ બનાવવાની કલ્પના બ્રેન બોક્સ સ્ટુડીઓઝે કરી હશે અને તેના ડાયરેક્ટર શ્રી રાહુલ ભોલે અને શ્રી વિનીત કનોજીયાએ જ્યારે રેવા તીરે આ દ્રશ્યો સાદ્રશ્ય કર્યા હશે ત્યારે માં રેવાના આશિર્વાદથી જ આવું અમર સર્જન શક્ય બન્યું હશે.
આ ફિલ્મ જોવા જેવી તો છે જ પણ એની ડીવીડી આપણી આવનારી પેઢીઓને આપણી સંસ્કૃતિ શીખવાડવા વસાવવા જેવી છે.
આ ફિલ્મની તમામ ટીમને મારા સલામ છે. આશા રાખું છું કે આપણા અફાટ ગુજરાતી સાહિત્યમાંથી આવી જ બીજી કોઇ નવલકથા પરથી આગામી સમયમાં આ જ ટીમ નવી ફિલ્મ બનાવે.
આખી ટીમને અભિનંદન તથા શુભેચ્છા.