આદિનાથ ભગવાન જે જૈન ધર્મના પ્રથમ તીર્થઁકર છે.આદિનાથ ભગવાન માટે શ્રીમદ્ ભાગવત કહે છે કે તે શ્રીકૃષ્ણ સ્વયં પણ છે.જૈન ધર્મના પાલિતાણા તીર્થમાં આવેલ ભગવાન આદિનાથનું મંદિર જૈનોનું પવિત્ર અને શ્રેષ્ઠ ધામ છે. આક્રાંતા અલાઉદ્દિન ખીલજી વડે જ્યારે આ જૈન તીર્થને લૂંટવા તથા તોડવા માટે આશરે બારસો વર્ષ પહેલા પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે શેત્રુંજય પર્વત પર આવેલા આદિનાથ દાદાના ભક્ત તથા માં ખોડિયારના વીરો એવા દાદુજી અને તેમના અન્ય વીરો તથા દીકરીઓએ પોતાના માથા વાઢીને પણ દાદાના તીર્થની રક્ષા કરી જેના પર એક સુંદર ફીલ્મ 'કસુંબો' અત્યારે ગુજરાતના થીયેટરોમાં ચાલી રહી છે,જો આ ફીલ્મ જોવા સનાતન હિંદુ ધર્મના લોકો તથા જૈનો પોતાના પરિવાર સાથે નહીં જાય અને આ ફીલ્મ નુકસાનમાં જશે તો ભવિષ્યમાં ગુજરાતના આવા કેટલાય ઈતિહાસ પર કોઈ પણ ડાયરેક્ટર ફીલ્મ નહીં બનાવે.સૌરાષ્ટ્રની રસધારને ઉજાગર કરતી આ ફીલ્મ અત્યારે થીયેટરોમાં ખાલી સીટો સાથે ન જાય તેની દરેક ગુજરાતી, સનાતની અને જૈનોની પ્રથમ ફરજ છે.બાળકોને આ ફીલ્મ અવશ્ય બતાવો કે જેથી તેમનામાં પણ રાષ્ટ્ર,દેશ,ધર્મ માટેના ગુણો પેદા થાય.આવી રાષ્ટ્ર ભક્તિ પર આધારિત ફિલ્મોને પ્રોત્સાહિત કરશો.કસુંબો જોવા જરુરથી જશો.