ચલ મન જીતવા જઈએ આ પિકચર ના ભાગ - 2 ને જોયા પછી લાગ્યું કે અમે ૫ વર્ષ ની રાહ જોઈ એ યોગ્ય હતું,ફિલ્મમાં બહુ સરસ રીતે વાતને રજૂ કરી છે.
મન જીતવા જેવો સબ્જેક્ટ પસંદ કરવા માટે લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર @ દીપેશ શાહ ખરેખર અભિનંદનને પાત્ર છે , કલાકારોએ બહુ સરસ રીતે કામ કર્યું છે. એટલા સિમ્પલ કે કૅરૅક્ટર પર હાવી ન થાય અને તૈયારી એટલી સરસ અને સાદગીભરી કે તમને કૅરૅક્ટર જ દેખાય .મન ને કેવી રીતે જીતવું એ વાત કહેવાની હતી એ વાત ઑડિયન્સ સુધી પહોંચાડી છે. તમારા મનને ઝંઝોડી નાખે સાહેબ , દિમાગને પણ ઝંઝોડે અને વિચાર કરતું કરી મૂકે કે આપણે પણ મુશ્કેલીના સમયમાં કેવી રીતે મનને જીતીને આગળ વધી શકીએ છીએ.🎬🙌