કસૂંબો - ૫૧ અમર બલિદાન ગાથા
અદભુત ઐતિહાસિક ફિલ્મ 👌
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને ઢોલીવુડ થી ઓળખવામાં આવ્યું છે ,
મતલબ કે ,
ગુજરાતી ફિલ્મોમાં રે લોલ અને ઢોલ સિવાય કૈ હોતું નથી , લોકોની માન્યતા છે ,
જે આ ફિલ્મ ખોટી સાબિત કરે છે !!!
ઐતિહાસિક ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા બનાવવી એટલે કપરુ કામ ,
અને આ કામનુ બીડું ઝડપ્યુ વિજય ગીરી બાવા Sir એ
નવલકથાને કંઈ રીતે દર્શકો સામે રજુ કરવી એ કળામા માહિર નીકળ્યા વિજય ગીરી બાવા...!!😍👌
શરૂઆતથી લઈને અંત સુધી તમને પોતાના અભિનય દ્વારા જકડી રાખે એવા અદભુત કલાકારોના અદભુત અભિનય ,
રામ ભાઇ મોરી નું સ્ક્રીન પ્લે.... આહા !!! 👌
નામ જેવું જ પવિત્ર અને તેજોમય,
ફિલ્મની આખી ગાથા તમારી નજર સામે છે ,
આમ છતાં આગળ ફિલ્મમા શું બનશે એ વિચાર સતત તમારા મનમાં રમ્યા રાખે ,
અભિનયના એક્ક્કા એવા ધર્મેન્દ્ર સિંહ ગોહિલે દાદુ બારોટ અને દર્શન પંડ્યા એ અલ્લાઉદીન ખીલજીને પડદા પર ફરી જીવંત કર્યા 👌
મેહુલ ભાઈ સુરતી નું મ્યુઝિક એટલે જાણે સોનામાં સુગંધ ભળી , ખાસ કરીને ગુજરાતી ફિલ્મમા બેક ગ્રાઉન્ડ મ્યુઝિક આ રીતે ક્યારેય પીરસાયું નથી...!!!
છેલ્લે એટલું જ કે ,
દરેક ગુજરાતીઓએ એક વાર આ અમર બલિદાનના ઇતિહાસને રૂપેરી પડદે એકવાર અચૂક નિહાળાવો જોઈએ .!!