રંગમંચ પર અલગ-અલગ રંગમાં રંગાવું કદાચ બહુ સરળ હોય.. પણ એજ રંગોને ખરા જીવનમાં ઉતારવા એટલા જ અધરા હોય છે..
એક નટથી નટસમ્રાટનો સફર જ નહિ.. ખરી ઝિંદગીમાં થતા સારા નરસા બધા અનુભવો સાથે જીદંગી ને મોજથી જે જીવવી એજ ખરો “નટસમ્રાટ” ..
દરેક કલાકાર એ એમના પાત્રો સરસ નિભાવ્યા છે અને ડાયલોગ ડિલીવરી તો જોરદાર હતી જ પણ દ્રશ્ય પણ આંખોને રમણીય લાગે એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે..
આ ફિલ્મ ફેમિલિ સાથે જોવું વધારે યોગ્ય છે.. કારણે કે અમુક એવી પરિિસ્થતને લીધે કે પછી બે જનરેશનના વિચાર અલગ-અલગ થાય છે, ત્યારે પરિવાર તુટીતા હોય છે.. બસ આવી પરિસ્થિતિ મા સ્વાર્થી નહિ પણ થોડી સમજ કેરળવી જરૂરી હોય..એવું કંઈક શીખવે છે આ ફિલ્મ..